લખાણ પર જાઓ

હર્ષ બ્રહ્મભટ્ટ

વિકિપીડિયામાંથી
હર્ષ બ્રહ્મભટ્ટ
ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે, જૂન ૨૦૧૬
જન્મહર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ
૩૧ જુલાઇ ૧૯૫૪
મહેસાણા, ગુજરાત
વ્યવસાયકવિ, લેખક
ભાષાગુજરાતી, ઉર્દૂ
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એસસી
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
નોંધપાત્ર સર્જનો
  • જીવનનો રીયાઝ (૨૦૧૦)
  • ઝાકળ ને તડકાની વચ્ચે
નોંધપાત્ર પુરસ્કારો
સહી

હર્ષ બ્રહ્મભટ્ટ (જન્મ: ૩૧ જુલાઈ ૧૯૫૪‌) ગુજરાતી કવિ, ગઝલકાર અને લેખક છે.

તેમનો જન્મ મહેસાણામાં થયો હતો. તેઓ અમદાવાદમાં ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ફરજ બજાવીને નિવૃત્ત થયા છે અને હાલમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સલાહકાર છે.[]

એમણે એકલતાની ભીડમાં, અંદર દીવાદાંડી, જીવનનો રીયાઝ (૨૦૧૦), ઝાકળ ને તડકાની વચ્ચે, મૌનની મહેફિલ જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે. તેઓ ગુજરાતી તથા ઉર્દૂ ભાષાઓમાં ગઝલોની રચના કરે છે. કંદિલ એમનો ઉર્દૂ શાયરીઓનો સંગ્રહ છે. સરગોશી (૨૦૦૬) એ કંદિલ પછીનો ગઝલ સંગ્રહ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Senior bureaucrat re-employed". The Times of India. 2012-08-06. મેળવેલ 2016-04-30.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]