જુલાઇ ૧૮
Appearance
૧૮ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૨૫ – એડોલ્ફ હિટલરની આત્મકથા, 'મારો સંઘર્ષ' ("મૅઇન કામ્ફ") (Mein Kampf), પ્રકાશિત કરાઇ.
- ૧૯૪૭ – માઉન્ટબેટન યોજના પર સહમતિ બાદ બ્રિટીશ સંસદ દ્વારા પારિત ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, ૧૯૪૭ (ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ, ૧૯૪૭)ને બ્રિટનની મહારાણીએ સ્વીકૃતિ પ્રદાન કરી.
- ૧૯૬૮ – કેલિફોર્નિયાના 'સાન્તા ક્લેરા'માં 'ઇન્ટેલ કોર્પોરેશન'ની સ્થાપના કરાઇ.
- ૧૯૭૬ – નાદિયા એલેના કૉમનેચી Nadia Comăneci ઓલમ્પિક રમતોત્સવના ઇતિહાસમાં ૧૦/૧૦ મેળવનાર પ્રથમ જિમ્નાસ્ટ બની.
- ૧૯૮૦ – ભારતનું પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન, આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા રેન્જમાંથી સફળતાપૂર્વક ઉડાન ભરી અને પૃથ્વીની ભ્રમણકક્ષાની નજીક ૩૫ કિગ્રાના રોહિણી ૧ બી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કર્યો.
- ૧૯૯૨ – લેસ હોરિબલ્સ સર્નેટ્સ (Les Horribles Cernettes)ની તસવીર લેવામાં આવી હતી, જે વર્લ્ડ વાઈડ વેબ પર પોસ્ટ કરવામાં આવેલી પ્રથમ તસવીર બની હતી.
- ૨૦૦૫ – ભારત-અમેરિકા નાગરિક પરમાણુ સંધિ (Indo-US civilian nuclear agreement), ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ અને અમેરિકાના પ્રમુખ 'જ્યોર્જ બુશ' દ્વારા પ્રથમ જાહેર સંયુક્ત નિવેદન બહાર પડાયું.
જન્મ
- ૧૮૬૧ – કાદમ્બિની ગાંગુલી, ચિકિત્સકની પદવી મેળવનારા પ્રથમ ભારતીય મહિલાઓમાંના એક (અ. ૧૯૨૩)
- ૧૯૧૩ – છોટુભાઇ નાયક, ગુજરાતી ભાષાના કોશકાર (અ. ૧૯૭૬)
- ૧૯૧૮ – નેલ્સન મંડેલા, દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી નેતા, રાજપુરુષ અને દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ (અ. ૨૦૧૩)
- ૧૯૨૭ – મહેદી હસન, પાકિસ્તાની ગઝલ ગાયક અને પાર્શ્વ ગાયક (અ. ૨૦૧૨)
- ૧૯૩૫ – જયેન્દ્ર સરસ્વતી, ભારતીય ગુરુ, ૬૯મા શંકરાચાર્ય (અ. ૨૦૧૮)
- ૧૯૭૧ – સુખવિંદર સિંહ, ભારતીય ગાયક-ગીતકાર અને અભિનેતા
- ૧૯૭૬ – હરદ્વાર ગોસ્વામી, ગુજરાતી કવિ, ગીતકાર અને નાટ્યકાર
- ૧૯૮૨ – પ્રિયંકા ચોપરા, ભારતીય અભિનેત્રી અને સૌંદર્ય સામ્રાજ્ઞી
- ૧૯૯૬ – સ્મૃતિ મંધાના, ભારતીય ક્રિકેટર
અવસાન
- ૭૧૫ – મહંમદ બિન કાસિમ, આરબ લશ્કરી કમાન્ડર (જ. ૬૯૫)
- ૧૯૦૬ – અમૃત કેશવ નાયક, નાટ્યકાર, દિગ્દર્શક, કવિ અને લેખક (જ. ૧૮૭૭)
- ૧૯૪૮ – કંપની હવાલદાર મેજર પીરૂ સિંઘ શેખાવત, ભારતીય ભૂમિસેનાના પરમવીર ચક્ર વિજેતા સૈનિક (જ. ૧૯૧૮)
- ૨૦૧૨ – રાજેશ ખન્ના, ભારતીય અભિનેતા (જ. ૧૯૪૨)
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર July 18 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.