સપ્ટેમ્બર ૨૪
Appearance
૨૪ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૬૨૨ – મહંમદ પયગંબરે મક્કાથી મદિનાની હિજરત પૂર્ણ કરી.
- ૧૬૬૪ – ડચ રિપબ્લિક (નેધરલેન્ડ) દ્વારા ન્યૂ એમ્સ્ટરડેમની ઇંગ્લેંડને સોંપણી કરવામાં આવી.
- ૧૬૭૪ – શિવાજીનો દ્વિતીય રાજ્યાભિષેક.
- ૧૮૭૩ – જ્યોતિબા ફુલે દ્વારા પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૩૨ – ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતીય પ્રાંતીય ધારાસભાઓમાં "દલિત વર્ગો" (અસ્પૃશ્યો) માટે બેઠકો અનામત રાખવાની પૂના સમજૂતી માટે સંમત થયા.
- ૧૯૪૮ – હોન્ડા મોટર કંપનીની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૭૩ – ગિની-બિસાઉએ પોર્ટુગલથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૨૦૧૪ – માર્સ ઓર્બિટર મિશન: ભારત મંગળની ભ્રમણકક્ષામાં પહોંચનાર પ્રથમ એશિયન રાષ્ટ્ર બન્યું. પ્રથમ પ્રયાસમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બન્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૫૩૪ – ગુરુ રામ દાસ, ચોથા શીખ ગુરુ (અ. ૧૫૮૧)
- ૧૮૬૧ – મેડમ ભીખાઈજી કામા, સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ મહિલા ક્રાંતિકારી (અ. ૧૯૩૬)
- ૧૯૦૯ – જયંત ખત્રી, ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર (અ. ૧૯૬૮)
- ૧૯૫૦ – મોહિન્દર અમરનાથ, ભારતીય ક્રિકેટર અને પ્રશિક્ષક
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૯૨ – સર્વમિત્ર સિકરી, ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ (જ. ૧૯૦૮)
- ૧૯૯૮ – વાસુદેવ પાળંદે, દિગ્દર્શક તથા સંઘટક.
- ૨૦૦૨ – શ્રીપાદ રઘુનાથ જોશી, મરાઠી શબ્દકોશકાર, અનુવાદક (જ. ૧૯૨૦)
- ૨૦૦૨ – પી.આર.પીશોરથી, (P. R. Pisharoty)ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી, ભારતમાં રિમોટ સેન્સિંગના પિતામહ (જ. ૧૯૦૯)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૦૮-૧૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 24 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.