ફેબ્રુઆરી ૭
Appearance
૭ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૮મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૭૯ – પ્લૂટો પ્રથમ વખત નેપ્ચ્યૂનની ભ્રમણકક્ષામાં ચાલ્યો ગયો.
- ૧૯૮૬ – રાષ્ટ્રપતિ જીન-ક્લાઉડ ડુવેલિયર કેરેબિયન રાષ્ટ્રમાંથી ભાગી જવાથી હૈતીમાં એક જ પરિવારના અઠ્ઠાવીસ વર્ષના શાસનનો અંત આવ્યો.
- ૧૯૯૦ – સોવિયેત યુનિયનનું વિસર્જન: સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિ સત્તા પરનો પોતાનો એકાધિકાર છોડી દેવા સંમત થઈ.
- ૧૯૯૧ – હૈતીના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રથમ રાષ્ટ્રપતિ જીન-બર્ટ્રાન્ડ એરિસ્ટિડે શપથ લીધા.
- ૧૯૯૫ – ૧૯૯૩ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર બોમ્બ ધડાકાના મુખ્ય સૂત્રધાર રામઝી યુસુફની પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી.
- ૨૦૧૪ – વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી કે ઇંગ્લેન્ડના નૉરફોકમાં હેપીસબર્ગના પદચિહ્નો એ ૮,૦૦,૦૦૦ વર્ષ પહેલાંના પ્રારંભિક પ્લેઇસ્ટોસીન (ભૂવૈજ્ઞાનિક યુગ)ના છે.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૭૭ – ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી, બ્રિટિશ ગણિતજ્ઞ (અ. ૧૯૪૭)
- ૧૮૯૭ – રમાબાઈ આંબેડકર, બી. આર. આંબેડકરનાં પ્રથમ પત્ની (અ. ૧૯૩૫)
- ૧૯૬૪ – અશોક બેન્કર, ભારતીય પત્રકાર, લેખક અને પટકથા લેખક
- ૧૯૭૭ – સાંઈરામ દવે, ગુજરાતી હાસ્યકલાકાર, લોકસાહિત્યકાર અને લેખક
- ૧૯૮૭ – અંકિતા શર્મા, ભારતીય ટી.વી. કલાકાર
- ૧૯૮૮ – નોઝીયા કરોમેતુલ્લો, તાજિક , ફારસી અને હિન્દી ગાયિકા
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૩૩ – ગંગા નારાયણ સિંહ, ભૂમિજ બળવાના નેતા, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૭૯૦)
- ૧૯૮૪ – જાનકી અમ્મલ, ભારતનાં પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી (જ. ૧૮૯૭)
- ૧૯૮૫ – ઉદય મર્ચંટ, પ્રથમ દરજ્જાનાં ક્રિકેટના ભારતીય ખેલાડી (જ. ૧૯૧૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૭-૦૨-૦૩ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર February 7 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |