લખાણ પર જાઓ

જાન્યુઆરી ૨૫

વિકિપીડિયામાંથી

૨૫ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૬૨ – વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો બદનક્ષીનો મુકદ્દમો મહારાજ લાયબલ કેસ શરૂ થયો.
  • ૧૮૮૧ – થૉમસ ઍડિસન અને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ઓરિએન્ટલ ટેલિફોન કંપનીની રચના કરી.
  • ૧૯૧૫ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે યુ.એસ. આંતરદ્વિપીય ટેલિફોન સેવાનું ઉદ્‌ઘાટન કર્યું, તેમણે સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂ યૉર્ક ખાતેના તેમના સહાયક થોમસ વોટસન જોડે ટેલિફોનિક વાત કરી.
  • ૧૯૨૪ – ફ્રેન્ચ આલ્પ્સમાં ચેમોનિક્સ ખાતે સૌ પ્રથમ શીતકાલીન (વિન્ટર) ઓલિમ્પિક્સ રમતોત્સવનું ઉદ્‌ઘાટન થયું.
  • ૧૯૪૭ – થોમસ ગોલ્ડસ્મિથ જુનિયરે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ગેમ "કેથોડ રે ટ્યુબ એમ્યુઝમેન્ટ ડિવાઇસ" માટે પેટન્ટ નોંધણી કરાવી.
  • ૧૯૫૦ – ભારતીય ચૂંટણી પંચની રચના કરવામાં આવી.
  • ૧૯૭૧ – હિમાચલ પ્રદેશ ભારતનું ૧૮મું રાજ્ય બન્યું.
  • ૧૯૮૦ – મધર ટેરેસાને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
  • ૧૯૯૬ – બિલી બેઈલી અમેરિકામાં ફાંસી પર લટકાવવામાં આવેલી છેલ્લી વ્યક્તિ બન્યા.
  • ૧૯૯૮ – લશ્કર-એ-તોયબા દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ગંડરબાલ નજીક વાંધામા ગંડરબાલ હત્યાકાંડ આચરવામાં આવ્યો જેમાં ચાર બાળકો, નવ મહિલાઓ અને ૧૦ પુરુષોની હત્યા સહિત ૨૩ કાશ્મીરી હિંદુઓની હત્યા કરવામાં આવી.
  • ૨૦૦૫ – ભારતના મહારાષ્ટ્રના મંથરાદેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૨૫૮ લોકોના મોત થયા.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]