લખાણ પર જાઓ

ચંબા

વિકિપીડિયામાંથી
ચંબા નગરમાં આવેલું લક્ષ્મીનારાયણનું મંદિર

ચંબા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ચંબા જિલ્લામાં આવેલું નગર છે. ચંબા નગરમાં ચંબા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

આ નગર રમણીય મંદિરો તેમ જ હસ્તકલા માટે જગતભરમાં નામના ધરાવે છે. રાવી નદીના કિનારે ૯૯૬ મીટરની ઉંચાઇ પર આવેલું ચંબા નગર પહાડોના રાજાઓની પ્રાચીન રાજધાનીનું નગર હતું.