એપ્રિલ ૨૪
Appearance
૨૪ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૧૮૪ ઇ.પૂ. – ગ્રીક લોકો,ટ્રોજન હોર્સ (ટ્રોયનો ઘોડો)નો ઉપયોગ કરી ટ્રોયમાં પ્રવેશ્યા. (પારંપારિક તારીખ)
- ૧૭૦૪ – બ્રિટિશ કોલોનિયલ અમેરિકાનું પ્રથમ નિયમિત અખબાર ધ બોસ્ટન ન્યૂઝ-લેટર પ્રકાશિત થયું.
- ૧૮૩૭ – ભારતના સુરત શહેરમાં લાગેલી ભયાનક આગને કારણે ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૯૦૦૦થી વધુ મકાનો નાશ પામ્યા હતા.
- ૧૯૫૩ – વિન્સ્ટન ચર્ચિલને રાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા નાઇટની ઉપાધિ આપવામાં આવી.
- ૧૯૬૭ – અવકાશયાત્રી 'વ્લાદિમિર કોમરોવ'નું 'સોયુઝ-૧' અવકાશયાનની પેરાશુટ નિષ્ફળ જતાં અવસાન થયું. તે અવકાશ કાર્યક્રમ દરમિયાન અવસાન પામનાર પ્રથમ મનુષ્ય હતો.
- ૧૯૬૮ – મોરિશિયસ, સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
- ૧૯૭૦ – પ્રથમ ચાઇનિઝ ઉપગ્રહ,'ડોંગ ફેંગ હોંગ ૧' (Dong Fang Hong I)નું પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૯૩ – ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરતો ૭૩મો સંવિધાનિક સુધારો અમલમાં આવ્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૪૫ – કાર્લ ફ્રેડરિક જ્યોર્જ સ્પિટલર, સ્વીસ કવિ, નોબલ પુરસ્કાર વિજેતા. (અ. ૧૯૨૪)
- ૧૮૯૨ – ચાંપશી ઉદેશી (‘ચંદ્રાપીડ’), ગુજરાતી સાહિત્યકાર. (અ.૧૯૭૪)
- ૧૯૦૮ – વાયોલેટ આલ્વા, ભારતીય વકીલ, પત્રકાર અને રાજકારણી તથા રાજ્ય સભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ (અ. ૧૯૬૯)
- ૧૯૨૯ – ડો.રાજકુમાર, કન્નડ અભિનેતા.
- ૧૯૩૪ – દંડપાણિ જયકાન્તન, ભારતીય લેખક, પત્રકાર, ફિલ્મ નિર્માતા, વિવેચક અને કાર્યકર્તા. (અ. ૨૦૧૫)
- ૧૯૭૧ – કુમાર ધર્મસેના, શ્રીલંકન ભૂતપૂર્વ ક્રિકેટર અને અમ્પાયર.
- ૧૯૭૩ – સચિન તેંડુલકર, ભારતીય ક્રિકેટર.
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૪૪ – શિવ પ્રસાદ ગુપ્ત, ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા અને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના સ્થાપક (જ. ૧૮૮૩)
- ૧૯૭૨ – જામીની રોય, ભારતીય ચિત્રકાર (જ. ૧૮૮૭)
- ૧૯૭૪ – રામધારી સિંહ ‘દિનકર’, ભારતીય હિન્દી કવિ, નિબંધકાર અને લેખક. (જ. ૧૯૦૮)
- ૧૯૯૯ - નાનાભાઈ ભટ્ટ, ગુજરાતી અને હિંદી ચલચિત્ર દિગ્દર્શક અને નિર્માતા (જ. ૧૯૧૫)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- નેપાળ - પ્રજાસત્તાક દિન, ૨૦૦૬માં સંસદની પુનઃસ્થાપનાની ઉજવણી.