લખાણ પર જાઓ

મે ૫

વિકિપીડિયામાંથી
Snehrashmi (ચર્ચા | યોગદાન) (અપડેટ) દ્વારા ૦૮:૪૪, ૫ મે ૨૦૨૧ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

૫ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૫૫૩ – કોન્સ્ટાન્ટિનોપલની દ્વિતીય પરિષદ શરૂ થઈ.
  • ૧૨૬૦ – કુબ્લાઇ ખાન (Kublai Khan), મોંગોલ સામ્રાજ્ય (Mongol Empire)નો શાસક બન્યો.
  • ૧૭૬૨ – રશિયા અને પર્શિયા વચ્ચે સેન્ટ પિટ્સબર્ગ સંધિ થઈ.
  • ૧૮૦૯ – મેરી કીઝ, રેશમ અને દોરાથી સ્ટ્રો વણાટ કરવાની તકનીક માટે યુ.એસ. પેટન્ટ મેળવનાર પ્રથમ મહિલા બની.
  • ૧૮૨૧ – દક્ષિણ એટલાન્ટીક મહાસાગરના 'સેન્ટ હેલેના' ટાપુ પર નજરકેદ નેપોલિયન ( Napoleon I)નું મૃત્યુ થયું.
  • ૧૮૩૫ – બેલ્જીયમમાં (Belgium), યુરોપખંડની પ્રથમ રેલ્વે 'બ્રસેલ્સ' (Brussels) અને 'મેચેલેન' (Mechelen) વચ્ચે શરૂ થઇ.
  • ૧૯૦૫ – સ્ટ્રેટન બ્રધર્સ કેસની સુનાવણી (લંડન, ઇંગ્લેન્ડ) શરૂ થઈ અને પહેલી વાર ફિંગરપ્રિન્ટ પુરાવાનો ઉપયોગ હત્યા માટે દોષિત ઠેરવવા થયો.
  • ૧૯૨૫ – દક્ષિણ આફ્રિકા (South Africa)ની સરકારે, આફ્રિકાન્સ ભાષા (Afrikaans)ને સત્તાવાર ભાષા જાહેર કરી.
  • ૧૯૫૫ – ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ પશ્ચિમ જર્મનીના સાર્વભૌમત્વને માન્યતા આપતી સંધિ અમલમાં મૂકી.
  • ૧૯૬૧ – એલન શેપર્ડ પેટા-ઓર્બિટલ ફ્લાઇટમાં બાહ્ય અવકાશમાં મુસાફરી કરનારા પ્રથમ અમેરિકન બન્યા.
  • ૧૯૬૪ – યુરોપિયન સમિતીએ '૫ મે' ને યુરોપ દિન જાહેર કર્યો.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ (દાયણ=બાળકનો જન્મ, સુવાવડ કરાવનાર મહિલા,નર્સ )
  • યુરોપ: યુરોપ દિન
  • ભારતીય આગમન દિવસ : કેરેબિયન, ફિજી અને મોરેશિયસના દેશોમાં ભારતીય ઉપખંડના લોકોને યુરોપિયન સંસ્થાનવાદી અધિકારીઓ અને તેમના એજન્ટો દ્વારા ગિરમીટિયા મજૂર તરીકે લવાયાની યાદમાં ઉજવવામાં આવે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]